Video: AAP સરકાર પર નિશાન, 2027ની ચૂંટણીની ચર્ચા

લુધિયાણા માં શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે લુધિયાણા ઈસ્ટના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બાદલે આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અને સરકારની કામગીરી અંગે પોતાની વાત રજૂ કરી હતી. સાથે જ વર્ષ 2027માં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની આ બેઠકને અકાલી દળની આગામી ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જાહેરાત














