મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બ્રેકડાન્સ રાઈડમાં ટેકનિકલ ખામી સર્જાતા લોકોમાં દોડધામ, સદનસીબે જાનહાનિ નહીં

ગોંડલના આઇકોનિક મેળામાં બ્રેકડાન્સ રાઈડમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અફ

તસવીર: gstv

ગોંડલના આઇકોનિક મેળામાં બ્રેકડાન્સ રાઈડમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાઈડમાં સવાર લોકોમાં દોડધામ મચી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સમગ્ર મામલે ગોંડલ A-ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે A-ડિવિઝન PI J.R. ઝાલાએ જણાવ્યું હતું કે રાઈડમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરંતુ કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. ઘટના બાદ રાઈડની સુરક્ષા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો