મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શાજાપુરમાં કોંગ્રેસના કલેક્ટર કચેરી ઘેરાવમાં હંગામો

મધ્યપ્રદેશના શાજાપુરમાં વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ઘેરાવ માટે વિરાટ હલ્લા

તસવીર: gstv

મધ્યપ્રદેશના શાજાપુરમાં વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ઘેરાવ માટે વિરાટ હલ્લાબોલ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઉગ્ર બનેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ કલેક્ટર કચેરી તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા અને કાર્યકરોને બેરિકેડ્સ પાસે રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવી આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપી હતી .

આ સમાચાર શેર કરો