VIDEO: વાપી કસ્ટમ રોડ પર બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, સદનસીબે જાનહાની ટળી
વલસાડના વાપીના કસ્ટમ રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડ

વલસાડના વાપીના કસ્ટમ રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાવાની ગંભીર ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી....ઘટનાની જાણ થતા જ રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબો દ્વારા ત્રણેય ઇજાગ્રસ્તોને રજા આપવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે થોડીવાર માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.




