મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોપાલ ગાંઠિયાના પડીકામાંથી નીકળ્યો સડેલો ઉંદર, બાળકીને થઈ ઉલટીઓ

સાબરકાંઠા: હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. ગામની

સાબરકાંઠા: હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. ગામની એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ લીધું અને પેકેટ ખોલી બાળકીને ખાવા માટે આપ્યું. બાળકીની માતાએ પેકેટમાં હાથ નાખીને ગાંઠિયા લેતા હાથમાં તળાઈને સડી ગયેલ ઉંદર નીકળતા બાળકીને ઉલ્ટીઓ થવા લાગી હતી, દવાખાનેથી દવા લેવાની ફરજ પણ પડી હતી.

સેલ્સમેન દ્વારા પડીકુ બદલાવી આપવાની વાત કરતાં બાળકીના પિતાએ પડીકું નહીં પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. બાળકીના પિતાએ ફૂડ વિભાગને જાણ કરી ત્યારે ફૂડ વિભાગે ઓફિસ સમય પૂરો થયો છે સોમવારે પડીકું લઈને ઓફિસ આવજો એવું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો