મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરદોઈમાં ગંગા સહિત નદીઓ ભયજનક સપાટીએ

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં ગંગા, રામગંગા અને ગરરા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં પૂર જેવી સ્થિતિ

તસવીર: gstv

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં ગંગા, રામગંગા અને ગરરા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહેતા અનેક ગામોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે અને જનજીવન ખોરવાયું છે. અનેક ગામોમાં રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનૂનય ઝાએ પણ પરિસ્થિતિ અંગે માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો