મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરદોઈમાં ગંગા સ્નાન દરમિયાન ત્રણ યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ત્રણ યુવકો ઊંડા પાણી

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાની દર્દનાક ઘટના સામે આવી છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક ગોતાખોરો તથા એસડીઆરએફ ની મદદથી નદીમાં વ્યાપક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ મીડિયા સેલ અનુસાર, યુવકો નદીના ઝડપી પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન લગાવી શકવાના કારણે ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગુમ થયેલા યુવકોના પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા છે. પોલીસ અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને રેસ્ક્યૂ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું છે. નદીના ભારે વહેણ વચ્ચે ગુમ થયેલા યુવકોની શોધખોળ માટે જાળીઓ અને બોટનો ઉપયોગ કરીને શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો