મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરદોઈમાં ઘર્ષણ: શાળા સંચાલક ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રસ્તા પર કચરો ફેંકવા અને પશુઓ બાંધવા બાબતે થયેલા વિવાદમાં એક ખાનગી શાળાના મે

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રસ્તા પર કચરો ફેંકવા અને પશુઓ બાંધવા બાબતે થયેલા વિવાદમાં એક ખાનગી શાળાના મેનેજર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા . રસ્તા પર ગંદકી અને પશુઓના કારણે માર્ગ બંધ થતાં શાળા સંચાલકે પાડોશીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો.જોતજોતામાં બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામા પક્ષના લોકોએ લાકડીઓ તથા ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મેનેજરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પીડિતની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ ચાલુ કરી હતી .

આ સમાચાર શેર કરો