મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં રિવર્સ લેવાતી રિક્ષાએ સર્જ્યો અકસ્માત, 9 વર્ષનું માસૂમ આવ્યું અડફેટે

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુ ખાતે આવેલા શ્યામ

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેસુ ખાતે આવેલા શ્યામ મંદિર પાસે આવેલા કેવલનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકોને મૂકવા આવેલી રિક્ષાને ચાલક રિવર્સમાં લઈ રહ્યો હતો. આ દરમિયાન એક 9 વર્ષનું માસૂમ બાળક નીચે અડફેટે આવી ગયું હતું. હીચકારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે. જો કે, સમગ્ર અકસ્માતમાં કોઈ બાળકને ઈજા પહોંચી નથી. અકસ્માતના વીડિયો સામે આવતાં હાલ સાવધાની દાખવવાની સૌની ફરજ હોવાનું સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ લસણની ખરીદી કરતાં પહેલાં સાવધાન! સુરત માર્કેટ યાર્ડમાંથી ઝડપાયો ચાઈનિઝ લસણનો જથ્થો

આ સમાચાર શેર કરો