મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટા-ઉદેપુર જિલ્લામાં હડતાલને મહેસૂલી કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

છોટા-ઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હડતાલને કારણે તેમની કામગીરી મ

તસવીર: gstv

છોટા-ઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હડતાલને કારણે તેમની કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરતા બોડેલી મહેસૂલી કર્મચારી મંડળે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે….આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના પ્રવર્તમાન ઠરાવ મુજબ દરેક વિભાગના કર્મચારીઓએ પોતાના વિભાગની જ કામગીરી કરવી જોઈએ. મહેસૂલી તલાટીની ફરજ, જોબ ચાર્ટ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવે તેમજ ગામના મુખ્ય મથકે બેસવાની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો સરકાર દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવા તેઓ તૈયાર છે…કર્મચારીઓએ હડતાલને કારણે નાગરિકોને થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરી હડતાલનો ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો