VIDEO: છોટા-ઉદેપુરમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
છોટા-ઉદેપુરમાં સમી સાંજે છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે સમ

છોટા-ઉદેપુરમાં સમી સાંજે છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડકથી પ્રસરી ગઈ હતી અને લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. નવાપુરા પોસ્ટ ઓફિસ, એસટી ડેપો, માણેક ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. નગરના વાસીઓએ વરસાદનો આનંદ માણ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. લાંબા સમયના ઉકાળા પછી મળેલા આ વરસાદે ધરતીને ભીની કરી દીધી છે.




