VIDEO: લોનાવાલા અને માવળમાં મુશળધાર વરસાદનું પુનરાગમન, પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી
મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવાલા અને માવળ વિસ્તારમાં ભારે વરસાદનું ફરીથી આગમન

મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવાલા અને માવળ વિસ્તારમાં ભારે વરસાદનું ફરીથી આગમન થતાં જ સમગ્ર પરિસરમાં આહ્લાદક અને રોમાંચક વાતાવરણ છવાઈ ગયું છે. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી હેત વરસાવતા આખો વિસ્તાર લીલોછમ બની ગયો છે અને ઝરણાઓ તથા જળધોધ સક્રિય થવાથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિના આ મનમોહક નજારાને માણવા માટે સપ્તાહના અંતે મુંબઈ અને પુણે સહિતના આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો લોનાવાલા અને માવળ તરફ વધ્યો છે. પ્રવાસીઓની આ અણધારી ભીડના કારણે સ્થાનિક બજારો અને પ્રવાસન સ્થળો પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જોકે ભારે વરસાદને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસે પણ સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે સતર્કતા જાળવી છે.




