VIDEO: દિલ્હીમાં વરસાદથી રાહત મળી
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોસમે અચાનક પલટો લીધો હતો, જેના કારણે રાજધાનીના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોસમે અચાનક પલટો લીધો હતો, જેના કારણે રાજધાનીના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદથી નાગરિકોને મોટી રાહત મળી છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું જોકે, આ આહ્લાદક વાતાવરણની સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેના કારણે મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ મંદ પડી ગઈ હતી અને ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.




