મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે સાવલી વકીલ મંડળનું આવેદનપત્ર

વડોદરાના સાવલી વકીલ મંડળ દ્વારા NEET પેપર લીક મામલે આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ

તસવીર: gstv

વડોદરાના સાવલી વકીલ મંડળ દ્વારા NEET પેપર લીક મામલે આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર કરાયેલા બળપ્રયોગ અને લાઠીચાર્જની વકીલોએ સખત શબ્દોમાં નિંદા કરી છે. સાવલી વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યોએ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર સોંપીને માગ કરી છે કે વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય અને હિતમાં યોગ્ય નિર્ણયો લઈને તેમને સત્વરે ન્યાય અપાવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો