મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના રેલનગરમાં બેરીકેડ સામે સ્થાનિકોમાં રોષ, રસ્તા પર બેસી રામધૂન બોલાવી, પોલીસ સાથે બોલાચાલી

રાજકોટમાં જ્યારથી સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી લોકો હેરાન ગતિ ભોગવી રહ્ય

તસવીર: gstv

રાજકોટમાં જ્યારથી સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી લોકો હેરાન ગતિ ભોગવી રહ્યા હતા, રાજકોટના રેલનગર વિસ્તારથી જામનગર રોડને જોડતા રસ્તા પર ટ્રાફિક શાખા દ્વારા લગાવવામાં આવેલા બેરીકેડ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી.

રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

ખાસ કરીને રેલનગરથી કાલાવડ રોડ, રેસકોર્સ અને 150 ફૂટ રિંગ રોડ તરફ જવા માટે લોકોને લાંબો ચક્કર લગાવવો પડતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુશ્કેલીથી કંટાળેલા રેલનગર વિસ્તારના લોકો એકઠા થયા હતા અને રસ્તા પર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ જાતે જ બેરીકેટ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ સાથે સ્થાનિકોની બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો