મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની શારદાબેન હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત થતાં સેવાઓ અને બેડ ઘટાડાયા

અમદાવાદના સરસપુરમાં આવેલી પ્રસિદ્ધ શારદાબેન હોસ્પિટલની

તસવીર: gstv

 અમદાવાદના સરસપુરમાં આવેલી પ્રસિદ્ધ શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ જતાં દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા અર્થે તેને બંધ કરી સેવાઓ અન્ય બિલ્ડિંગમાં ખસેડાઈ છે. જગ્યાના અભાવે બ્લડ બેંક, સીટી સ્કેન અને એક્સ-રે જેવી મહત્વપૂર્ણ સેવાઓ હાલ પૂરતી બંધ રહેશે. આ ઉપરાંત, હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની સંખ્યા 12થી ઘટાડીને 7 કરવામાં આવી છે અને બેડની સંખ્યા પણ 500થી ઘટીને 307 થઈ ગઈ છે. બીજી તરફ, બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગ પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે, પરંતુ વૈકલ્પિક જગ્યાના અભાવે હાલ પૂરતી હોસ્ટેલની વ્યવસ્થા અહીં જ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો