મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તંત્ર એલર્ટ મોડ પર

તાપી જિલ્લામાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરતા તંત્ર સંપૂર્ણ સજ્જ

તસવીર: gstv

તાપી જિલ્લામાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરતા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટરે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લામાં SDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો