VIDEO : પી.ટી. જાડેજાની ઓડિયો ક્લિપ મામલે રમજુભા જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
પી.ટી. જાડેજાની ઓડિયો ક્લિપ તેમજ સંકલન સમિતિમાંથી તેમના રાજીનામા અંગે સંકલન સમિતિના રમ

પી.ટી. જાડેજાની ઓડિયો ક્લિપ તેમજ સંકલન સમિતિમાંથી તેમના રાજીનામા અંગે સંકલન સમિતિના રમજુભા જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
રમજુભા જાડેજાએ કહ્યું કે પી.ટી. જાડેજા એક ચિંતામાં જે કાંઈ બોલ્યાએ સંસ્થાની આંતરિક સમસ્યા હતી જે હવે વાત પૂર્ણ થઈ ગઈ છે.પી.ટી. જાડેજા સંકલન સમિતિ સાથે જ છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે. કોઈ સરકાર કે પક્ષ કે વ્યક્તિના વિરોધમાં નહીં પરંતુ દેશમાં જે વાણીવિલાસ થયો છે તેના વિરોધમાં લડત હતી. અમે હવે દરેક વ્યક્તિને કહ્યું કે હવે વાણીવિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું.
રમજુભા જાડેજાએ કહ્યું કે પી.ટી. જાડેજા પહેલા સાથે જ હતા અને અત્યારે પણ સાથે જ છે જે ગેરસમજણ હતી તે દૂર થઈ ગઈ છે. અમારું કોઈ પક્ષને સમર્થન કે વિરોધ હતો નહીં. અમારા માટે અમારી લડત મહત્વની છે. અમારી સામાજિક લડત ચાલુ રહેશે.
આ સાથે રમજુભા જાડેજાએ કહ્યું કે અમને અત્યાર સુધી જે રીતે લોકોએ સાથ આપ્યો છે તે રીતે આ લોકોનો સહકાર મળશે અને પ્રજાના હિતમાં આ લડત ચાલુ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેવું કશું નથી.






