માતાના મૃત્યુના 4 કલાક બાદ બન્યા હતા પીએમ, સુનેત્રાના શપથ પર બબાલ વચ્ચે રાજીવ ગાંધીની ચર્ચા

અજીત પવારના અકસ્માતે મોત બાદ તેમના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડે.સીએમ તરીકે શપથ લીધા છે. અજ

અજીત પવારના અકસ્માતે મોત બાદ તેમના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડે.સીએમ તરીકે શપથ લીધા છે. અજીત પવારના વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી. અજિત પવારના મૃત્યુથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ લાખો સમર્થકોને પણ શોકમાં છે. તેમના અનુગામી કોણ બનશે તે અંગે એનસીપીના વારસા વિશે ચર્ચાઓ તીવ્ર બની. એનસીપી હાલમાં બે જૂથોમાં વહેંચાયેલું છે, જેમાં અજિત પવારનો મુખ્ય જૂથ છે. એવામાં નેતૃત્વના મુદ્દાનો ઉક્લે લાવતા સુનેત્રા પવાર જ નાયબ મુખ્યમંત્રી બન્યા. તેમના પુત્ર પાર્થ પવારને પાર્ટીનું નેતૃત્વ મળી શકે છે.

સુનેત્રા પવારે તેમના પતિને શ્રદ્ધાંજલિ આપ્યા પછી ખૂબ જ ભાવનાત્મક વાતાવરણમાં ડે. સીએમ તરીકે શપથ લીધા. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરતા સવાલો કર્યા કે પતિના શોક વચ્ચે શપથ કેવી રીતે લઈ શકે છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે દલીલ કરી હતી કે, શપથ ગ્રહણ સમારોહ ઓછામાં ઓછો શોક સમયગાળા દરમિયાન મુલતવી રાખી શકાયો હોત. હવે આ મુદ્દે ભાજપે તેમના પર આકરા પ્રહારો  કરતા કોંગ્રેસ પાર્ટીને હલકી રાજનીતિ કરતી બતાવી. આ મુદ્દો હવે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ચર્ચાઈ રહ્યો છે. ઘણા યુઝર્સે સુનેત્રા પવારને ટ્રોલ કરનારાઓની નિંદા પણ કરી છે. સુનેત્રાના શપથ ગ્રહણની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કરી છે.
 
એક યુઝર્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે,ઈન્દિરા ગાંધીને 31 ઓક્ટોબર, 1984 ના રોજ સવારે 9:20 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. બપોરે 2 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે સાંજે 6 વાગ્યે રાજીવ ગાંધીએ પીએમ પદના શપથ લીધા હતા. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ આ જ દલીલ સાથે કોંગ્રેસ પક્ષ પર હુમલો કર્યો. તેમણે પૂછ્યું, "જ્યારે રાજીવ ગાંધીએ તેમની માતાના મૃત્યુના દિવસે શપથ લીધા ત્યારે હિન્દુ પરંપરાઓ વિશે વાત કરનારાઓ ક્યાં હતા? શું તે સમયે હિન્દુ પરંપરાઓનો અનાદર નહોતો થયો?

આ સમાચાર શેર કરો

જાહેરાત