મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં ધોધમાર વરસાદ, 56 સીડીઓ પરથી વહ્યાં ઝરણાં

દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ માર્ગો

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને પગલે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદના કારણે જગત મંદિરની 56 સીડીઓ પરથી ઝરણાં વહેતા હોય તેવા મનમોહક દૃશ્યો સામે આવ્યા છે. સીડીઓ પરથી વહેતા પાણીના આહલાદક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઝરણાં જેવા દૃશ્યો જોવા મળતા ભક્તોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ 56 સીડીઓ પરથી વહેતા પાણીનો આનંદ માણ્યો હતો અને કેટલાક ભક્તો સીડીઓ પર ન્હાતા પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો