VIDEO : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં પડ્યો વરસાદ
ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત
ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડીમાં 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




