VIDEO: રાહુલ ગાંધીના મોદી-શાહ પર આકરા પ્રહાર
નવી દિલ્હીના માવલંકર હોલમાં યોજાયેલા રચનાત્મક કોંગ્રેસ નેશનલ કન્વેન્શનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક

નવી દિલ્હીના માવલંકર હોલમાં યોજાયેલા રચનાત્મક કોંગ્રેસ નેશનલ કન્વેન્શનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમારું કામ ખૂબ સરળ છે, અમે તેમને પાગલ કરી દઈશું.” તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી રાત્રે ઊંઘી શકતા નથી અને કહ્યું કે અમિત શાહ 20 દિવસ સુધી સંસદ ભવનમાં પ્રવેશી શક્યા નહોતા. દેશના વર્તમાન રાજકીય વાતાવરણને લઈને તેમણે ભાજપ અને સંઘ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના દર્શન અને ઇતિહાસ સાથે જોડાણ વિના દેશને સમજી શકાય નહીં.




