VIDEO : “પરમાત્માએ મોદીજીને અદાણી-અંબાણીની મદદ કરવા મોકલ્યાં છે”, રાહુલ ગાંધીના પ્રહાર
rahul gandhi verbally attack on pm modi in Deoria Uttar Pradesh | લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન આજે કો

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીના ભગવાન વિશેના નિવેદન પર તેમણે કહ્યું કે અન્ય તમામ લોકો બાયોલોજિકલ છે પરંતુ પીએમ મોદી બાયોલોજિકલ નથી.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'ભગવાને પીએમ મોદીને અંબાણી અને અદાણીની મદદ માટે મોકલ્યા છે. પરંતુ ભગવાને તેમને ખેડૂતો અને મજૂરોની મદદ કરવા મોકલ્યા નથી.'
ભાજપના નેતાઓ પીએમ મોદીને ભગવાનનો અવતાર ગણાવે છે
ગિરિરાજ સિંહ, કંગના રનૌત જેવા ભાજપના ઘણા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવે છે. તાજેતરમાં, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને ઓડિશાથી ચૂંટણી લડી રહેલા સંબિત પાત્રાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું હતું કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે.






