મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી આક્રમક: શિક્ષણ મંત્રીના રાજીનામા અને પીએમની માફીની માંગ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક અને જંતર-મંતર

તસવીર: gstv

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પોતાના હક માટે લડી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળો દ્વારા લાઠીચાર્જ અને અપમાનજનક વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? દેશની શિક્ષણ વ્યવસ્થાને ભારતની સૌથી મોટી તાકાત ગણાવતા તેમણે કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ યુવાનોના ભવિષ્યને બગાડી રહી છે. રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું, વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના યુવાનોની જાહેરમાં માફીની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળીને આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે.

આ સમાચાર શેર કરો