મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ 'અગ્નિવીર યોજના યોગ્ય નથી', શહીદ કેપ્ટન અંશુમાનની માતા રાયબરેલીમાં રાહુલ ગાંધીને મળ્યા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. રાહુલ ગાંધીએ શહીદના પરિવારને તમામ શક્ય મદદનો વિશ્વાસ આપ્યો હતો. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અંશુમાન સિંહની માતા મંજુ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અગ્નિવીર યોજના યોગ્ય નથી. સેનામાં તમામને સમાન સમ્માન મળવું જોઇએ. 

રાહુલ ગાંધીને મળ્યા બાદ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતા અને પિતા રવિ પ્રતાપ સિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી. રવિ પ્રતાપ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ પુરા ઘટનાક્રમની જાણકારી મેળવી છે, તેમને પરિવાર વિશે પૂછ્યુ હતું. દેશ માટે તમારા પુત્રએ શહીદી વ્હોરી છે, તેને ક્યારેય ભુલાવી ના શકાય. રાહુલ ગાંધીએ વિશ્વાસ અપાવ્યો કે તેમને દરેક શક્ય મદદ મળશે.

અંશુમાન સિંહના માતા મંજુ સિંહે કહ્યું કે અગ્નિવીર યોજના યોગ્ય નથી. સેનામાં તમામને સમ્માન મળવું જોઇએ. મંજુએ કહ્યું કે તેમને પક્ષ અને વિપક્ષ બન્ને પાસેથી સહયોગ મળી રહ્યો છે. સરકાર સારૂ કામ કરી રહી છે પરંતુ વધુ સારૂ કામ કરવાની જરૂર છે. પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચતા જ રાહુલ ગાંધીએ દરેક વર્ગના લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ ડૉક્ટર, વકીલ, ઉદ્યોગપતિ અને સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી, તેમની સમસ્યાઓને સાંભળી હતી અને સમાધાનનો વિશ્વાસ અપાવ્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પણ રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ તેને સૈનિકોને અપમાનિત કરનાર ગણાવ્યો હતો. અગ્નિવીર યોજનાની તુલના રાહુલ ગાંધીએ ઠેકા મજૂરી સાથે કરી હતી,  જેનો વિરોધ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્યારે સંસદમાં પણ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પર તેને લઇને કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો