મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 250થી વધુ લોકોના મોત; 219 ઘાયલ

કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પાડી પાસે વિવિધ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા અત્યાર સુધી 256

કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પાડી પાસે વિવિધ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતા અત્યાર સુધી 256 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતને કારણે 200થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. મોતનો આંકડો વધી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડ જશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે.

લોકોના હિસાબથી 300 લોકો ગાયબ- જનરલ મેથ્યૂ

કેરળના વાયનાડમાં તપાસ અને બચાવ અભિયાન પર મેજર જનરલ મેથ્યૂએ કહ્યું, 'અહીં 500થી વધુ સેનાના જવાન તૈનાત છે. બચાવ અભિયાન માટે 350 જવાન છે. હવે અમારે જોવાનું છે કે ઘરની અંદર કોઇ વ્યક્તિ ફસાયેલો તો નથી, કેટલાક લોકો ગાયબ છે, લોકોના હિસાબથી 300થી વધુ લોકો ગાયબ છે પરંતુ અમે દરેક ઘર અને દરેક જગ્યાએ તપાસ કરીશું.'

3 હજાર લોકોનું રેસક્યૂ કરાયું

અત્યાર સુધી કેરળના વાયનાડમાં 3 હજાર લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે કાદવ, પહાડ અને ઝાડના મોટા મોટા ટુકડાને કારણે રેસક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

ચાર ગામને નુકસાન

વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં 4 ગામ પુરી રીતે નષ્ટ થઇ ગયા છે. ચૂરલમાલા, અટ્ટામાલા, નૂલપુઝા અને મુંડક્કઇમાં કુદરતે વિનાશ વેર્યો છે. મોટા મોટા પથ્થર અને કાટમાળમાં ગામે ગામ ઝપટમાં આવી ગયા છે. થોડી વારમાં જ હજારો ઘર કાટમાળમાં ફેરવાઇ ગયા હતા.

આ સમાચાર શેર કરો