VIDEO: કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખને દાહોદની ઘટના અંગે સવાલ પૂછાતા ચાલતી પકડી
Question about the Dahod incident of Kutch district BJP president | અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત અંગે આપેલા નિવેદનને લઇ ગુજરાતમાં ભાજપના નેતાઓ રેલીઓ યોજી વિ
અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત અંગે આપેલા નિવેદનને લઇ ગુજરાતમાં ભાજપના નેતાઓ રેલીઓ યોજી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભૂજમાં પણ ભાજપે રાહુલ ગાંધીના અનામત મુદ્દે આપેલા નિવેદનના મામલે ધરણા યોજવામાં આવ્યાં હતા. જોકે, આ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદને જ્યારે દાહોદની ઘટના અંગે સવાલ કરાયો તો તેઓએ ઘટનાને તો વખોડી પણ જ્યારે સવાલ કર્યો કે શું મહિલા મોરચો વિરોધ કરશે? તો ભાજપ જિલ્લા પ્રમુખે ચાલતી પકડી હતી.




