VIDEO: Punjabના CM ભગવંત માન 80 ધારાસભ્યો સાથે દિલ્હી રવાના; રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરશે મુલાકાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ રાષ્ટ્ર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે. AAP છોડીને અન્ય પક્ષમાં જોડાયેલા રાજ્યસભા સાંસદોના મુદ્દે આ બેઠક યોજાઈ રહી છે. લગભગ 80 જેટલા ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જે પક્ષની મજબૂતી દર્શાવે છે. CM માન પંજાબના હિતો અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરશે. આ મુલાકાત પંજાબના વર્તમાન રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.



