મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'મે રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી', ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ ફેરવી તોળ્યું

ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી.જાડેજાએ રાજીનામું આપવાની વાતને ફગાવી દીધી છે. પી.ટી.જાડેજાએ મ

ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી.જાડેજાએ રાજીનામું આપવાની વાતને ફગાવી દીધી છે. પી.ટી.જાડેજાએ મીડિયામાં ચાલતા અહેવાલો પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, મે રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. સંકલન સમિતિ સામે જે નારાજગી હતી તે દૂર થઇ ગઇ છે.

પી.ટી.જાડેજાએ શું કહ્યું?

ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ કહ્યું કે, "મે રાજીનામું આપવાનું કહ્યું હતું પણ આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડી ઘણી નારાજગી હતી તે સોશિયલ મીડિયામાં લાખો યુવાનો મારા સમર્થનમાં આવ્યા અને સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે નારાજગી હતી."

વધુમાં પી.ટી.જાડેજાએ કહ્યું, "હું રાજીનામું આપવાનો નથી અને રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે તે કાયમ રહેશે અને વધુ મજબૂત બનશે. મે આ ક્લિપ 14 જણાની કમિટિના ગ્રુપમાં મુકી હતી અને કમિટિમાંથી કોણ ફૂટ્યો? હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને આ ગદ્દાર કોણ છે તે હું જાણીશ. સંકલન સમિતિમાં જે આ રીતે જોડાયેલા છે તેને દૂર કરીશું. મારી નારાજગી દૂર થઇ ગઇ છે અને બધા સાથે વાત પણ થઇ ગઇ છે."
 

આ સમાચાર શેર કરો