મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: નેહા બોરા, આતીશી, યોગેન્દ્ર યાદવ સહિતના દેખાવકારોની અટકાયત

જંતર-મંતર ખાતે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવ કરવા એકઠા થયેલા અનેક લોકોને દિલ્હી પોલીસે અટક

તસવીર: gstv

જંતર-મંતર ખાતે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવ કરવા એકઠા થયેલા અનેક લોકોને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. અટકાયતમાં લેવાયેલા લોકોને બસોમાં બેસાડી અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. અટકાયતમાં લેવાયેલા લોકોમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, AAP નેતા સૌરભ ભારદ્વાજ, કાર્યકર યોગેન્દ્ર યાદવ અને AISA અધ્યક્ષ નેહા બોરાનો સમાવેશ થાય છે. દેખાવમાં કોંગ્રેસ કાર્યકરો અને AISAના સભ્યો સહિત અનેક લોકો જોડાયા હતા. દેખાવકારો CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યા હતા. પોલીસે 10 કે તેથી વધુ લોકોના જૂથમાં એકઠા થયેલા લોકોને સ્થળ પરથી હટાવી અલગ-અલગ સ્થળોએ લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો