મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: E20 પેટ્રોલનો વિરોધ, ટ્રાન્સપોર્ટ સંગઠનોની 4 ઓગસ્ટે સંસદ ભવન કૂચ

દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલના ફ

તસવીર: gstv

દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન' સહિતના સંગઠનોએ 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજવાની જાહેરાત કરી છે. સંગઠનોનો દાવો છે કે E20 પેટ્રોલના ઉપયોગથી એન્જિનને નુકસાન અને વાહનોની માઇલેજમાં ઘટાડો થવાની ફરિયાદો મળી રહી છે.
પ્રતિનિધિઓએ આંદોલનને બિન-રાજકીય ગણાવતા સરકારને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે વાહનચાલકો પર E20 ફ્યુઅલ ફરજિયાત લાદવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં તેઓ સંસદ સુધી કૂચ કરશે.

આ સમાચાર શેર કરો