મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાનું જાફરાબાદમાં ઉત્સાહભેર સ્વાગત કરાયું

અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાનું આગમન થતાં સ્થાનિકો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ, અજયભાઈ વાળા, પ્રફુલભાઈ બારીયા સહિત આસપાસના ગામડાઓમાંથી બજરંગ દળ પરિવાર, આર.એસ.એસ.ના કાર્યકરો અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદની પાવન ધરતી પર વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને નવો ઉમંગ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો