VIDEO: હીરા ખરીદીમાં કરોડોની ઠગાઈ આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો
US કંપનીના બોગસ બાયર બની હીરા ખરીદીનું પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ આચર

US કંપનીના બોગસ બાયર બની હીરા ખરીદીનું પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ આચરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનાની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રેપનેટ પરથી ડેટા મેળવી જાણીતી વિદેશી ડાયમંડ કંપનીઓના નામે વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતો હતો. વર્ચ્યુઅલ ગેટવે નંબર અને વોટ્સએપથી સંપર્ક કરી, ૬ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરતે તેણે ૫.૩૨ લાખ યુ.એસ. ડોલરના હીરા દુબઈ અને હોંગકોંગથી મંગાવ્યા બાદ ફોન-લેપટોપ બંધ કરી દીધા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય ૬ સાથીદારોની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી છે.




