VIDEO: અમદાવાદના ખાનપુર ખાતે ભાજપ કાર્યાલય પર આંતરરાષ્ટ્રીય ખેલાડી અનિકેત પટેલના હસ્તે ધ્વજારોહણ
અમદાવાદમાં આજે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરક

અમદાવાદમાં આજે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી. ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. શહેરના સાંસદો અને ધારાસભ્યો સહિતના આગેવાનો પણ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ પ્લેયર અનિકેત પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.




