VIDEO: અમદાવાદના શીલજમાં આનંદ નિકેતન સ્કૂલ દ્વારા પ્રાર્થના બંધ કરવાના વિરોધમાં બજરંગદળનું પ્રદર્શન
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરવાના નિર્ણય સામે બજરંગદળના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે શાળા પ્રશાસને ગેટ બંધ કરી દીધો હોવા છતાં, ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓ ગેટ કૂદીને અને તાળું તોડીને શાળા પરિસરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ શાળા પરિસરમાં વંદે માતરમ અને જય શ્રી રામના નારા લગાવીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કરતા કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના ફરી શરૂ કરવાની માંગ કરી હતી. આ ઘટનાને કારણે સ્કૂલ પરિસરમાં ભારે તણાવ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી.




