VIDEO: અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી પ્રખ્યાત ગ્વાલિયા રેસ્ટોરન્ટના ઘેવરમાંથી વાળ નીકળતા વિવાદ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી પ્રખ્યાત 'ગ્વાલ

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી પ્રખ્યાત 'ગ્વાલિયા રેસ્ટોરન્ટ' ફરી એકવાર વિવાદમાં આવી છે. તહેવારોની મોસમમાં બાવળાના એક ગ્રાહકે ખરીદેલી મોંઘી મીઠાઈ એટલે કે ઘેવરમાંથી વાળ નીકળતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે ગ્રાહકે આ બાબતે રેસ્ટોરન્ટના સંચાલક સમક્ષ રજૂઆત કરી, ત્યારે સંચાલકે ઉદ્ધત જવાબ આપતા કહ્યું હતું કે "તમારે શું કરવું છે?" એટલું જ નહીં, કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપવા છતાં સંચાલકે બેજવાબદાર બનીને "સારું/ઓકે" કહીને વાત ટાળી દીધી હતી. અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલી આ પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા સામે આવતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે AMC ફૂડ વિભાગ આ મામલે માત્ર નામ પૂરતો દંડ વસૂલશે કે પછી સીલિંગની કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.




