VIDEO: હિમંતા બિસ્વા સરમાની શપથવિધિની તડામાર તૈયારીઓ, વડાપ્રધાન મોદી પણ આપશે હાજરી
આસામમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે ગુવાહાટી ખાતે હિમંતા બિસ્વા સરમાની શપથવિ
આસામમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે ગુવાહાટી ખાતે હિમંતા બિસ્વા સરમાની શપથવિધિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ ગુવાહાટીના ખાનપારામાં આવેલા વેટરનરી કોલેજ ફિલ્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે.. વહીવટીતંત્ર દ્વારા શપથ ગ્રહણ વિધિને યાદગાર બનાવવા માટે મેદાનને સજાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. આ સમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

