મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદમાં ઈંધણ સંકટ પર રાજકીય વિવાદ, 'ખેડૂતોને અત્યારે જાલમુરી નહીં પણ ડીઝલની જરૂર'

હળવદમાં વાવણીના સમયે ખેડૂતો ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા

તસવીર: gstv

હળવદમાં વાવણીના સમયે ખેડૂતો ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા આયોજિત 'જાલમુરી' કાર્યક્રમના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યના ફોટા જોઈને નાગરિકોએ લાલઘૂમ થઈ ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર યુઝરોએ આકરા શબ્દોમાં લખ્યું છે કે, ખેડૂતોને અત્યારે જાલમુરી નહીં પણ ડીઝલની તાતી જરૂર છે. પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરવાને બદલે નેતાઓ દ્વારા દેખાવના કાર્યક્રમો કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

આ સમાચાર શેર કરો