મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન, 136 જેટલા પીડિત પરિવારોને અપાવ્યો ન્યાય

રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે. જિલ્લા

રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે. જિલ્લા એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે 136 જેટલા પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતા અસ્ફાક હનીફભાઈ સલાટ અને કાળુ સલાટ લોકો પાસેથી ભારે વ્યાજ વસૂલી ધમકીઓ આપતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ આશરે બે કરોડ રૂપિયા વ્યાજે આપી 375 ચેક પડાવ્યા હતા. પોલીસે બંને વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે અને 100થી વધુ પરિવારોને સિક્યુરિટી તરીકે જમા કરાવેલા ચેક પરત અપાવ્યા છે. આરોપીઓ 3થી 10 ટકા સુધી વ્યાજ વસૂલતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો