મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vadodara / સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં; આચારસંહિતાના અમલ માટે વાહનોની સઘન તપાસ

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વડોદરા શહેર પોલીસ અત્યારથી જ હરકતમાં આવી

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વડોદરા શહેર પોલીસ અત્યારથી જ હરકતમાં આવી ગઈ છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

શહેરના અત્યંત વ્યસ્ત એવા ગોત્રી-હૂડા ચાર રસ્તા પર પોલીસ કાફલાએ ધામા નાખ્યા હતા. આ કામગીરી ACP આર.ડી. કવા અને PI ગાયત્રી રાજપૂતના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ આ વિસ્તારમાંથી પસાર થતા શંકાસ્પદ વાહનોને રોકીને તેની ઝીણવટભરી તપાસ કરી હતી. ચૂંટણી પૂર્વે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને નશીલા પદાર્થો, ગેરકાયદે રોકડ રકમ કે હથિયારોની હેરફેર રોકવા માટે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. 

આ સમાચાર શેર કરો