VIDEO: Ahmedabad / ઓઢવમાં લવ જેહાદ; ઓળખ છુપાવી વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ઝડપાયો
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ઓળખ છુપાવીને વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવવાનો અને ત્યારબાદ તેન

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ઓળખ છુપાવીને વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવવાનો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. લઘુમતી સમાજના એક યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી હિન્દુ હોવાનું જણાવી મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપીએ વિધવા મહિલાનો સંપર્ક સાધ્યો હતો અને પોતે હિન્દુ યુવક હોવાની ખોટી ઓળખ આપી હતી. મહિલાને વિશ્વાસમાં લઈ આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને આરોપી મહિલાને સોનીની ચાલી પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી સાથેના સંબંધો દરમિયાન મહિલાને અચાનક યુવકના અસલી નામ અને તેના ધર્મ વિશેની સાચી જાણકારી મળી હતી. પોતાની સાથે ધર્મ અને નામ બાબતે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ મહિલાએ તાત્કાલિક તે યુવક સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને આરોપીથી અંતર જાળવી લીધું હતું.
પોતાની સાથે થયેલા અન્યાય અને અત્યાચાર મામલે વિધવા મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને લઘુમતી સમાજના આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.






