મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પોતાના જ લગ્નમાં જુગાર રમતા ઝડપાયો વરરાજો, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

સુરતમાં લગ્નના એક દિવસ પહેલા વરરાજાને જુગાર રમવા બદલ જેલની હવા ખાવી પડી છે. વરરાજા અને તેમના સંબંધીઓ

સુરતમાં લગ્નના એક દિવસ પહેલા વરરાજાને જુગાર રમવા બદલ જેલની હવા ખાવી પડી છે. વરરાજા અને તેમના સંબંધીઓ લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં જુગાર રમતા ઝડપાયા હતા. વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે  લગ્ન હતા.રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે દરોડા પાડી વરરાજા સહિત 13 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે 76 હજારથી વધુની  રોકડ અને મોબાઈલ મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો