VIDEO: દધિચી બ્રિજ નજીક થયેલા અકસ્માત કેસમાં પોલીસની કાર્યવાહી, પૂર્વ કોંગી ધારાસભ્યના પુત્ર સહિત બે પકડાયા
અમદાવાદના દધિચી બ્રિજ સર્કલ પાસે અકસ્માત કેસમાં સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બ
અમદાવાદના દધિચી બ્રિજ સર્કલ પાસે અકસ્માત કેસમાં સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી છે. માધુપુરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બે યુવાનોમાં યુવરાજ પટેલ પૂર્વ કોંગી ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર છે. યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમર કાળા રંગની કારમાં નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે. કારમાંથી દારૂની બોટલ પણ મળ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે 11 લાખની કિંમતની કાર પણ જપ્ત કરી છે.




