મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM મોદી અનંત અંબાણી - રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા પહોંચ્યા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી ર

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના આ ભવ્ય સમારોહમાં હાજરી આપી છે. અનંત-રાધિકાને આશીર્વાદ આપવા PM નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. 

લગ્નમાં દેશ-વિદેશના સેલિબ્રિટીનો જમાવડો

આ પહેલા બંને ગુજરાતના જામનગરમાં બંને કપલના પ્રી-વેડિંગ ધામધૂમથી ઉજવાયો હતો. લગ્નમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના દિગ્ગજ મહેમાનો પણ પહોંચી ગયા છે. અનંત-રાધિકાના લગ્નનું આયોજન 14 જુલાઈ સુધી ચાલશે. કદ્રાશિયા સિસ્ટર્સ સહિત ઘણા હૉલીવુડ અને ઈન્ટરનેશનલ સેલિબ્રિટિ પણ તેમના લગ્નના સાક્ષી બન્યા છે.

લગ્નમાં આ દિગ્ગજો પહોંચ્યા

અનંત અને રાધિકાના લગ્નમાં આજે દેશ-વિદેશના અનેક સેલિબ્રિટિઓએ જોવા મળ્યા હતા. અહીં તમામ સેલિબ્રિટીઓ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતા. બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર, ઈબ્રાહિમ-સારા અલી ખાન, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, જેકી શ્રોફ, વિધુ વિનોદ ચોપડા પરિવાર, વીર પહાડિયા, મીજાન જાફરી સહિતના દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓ આકર્ષકમાં લુકમાં જોવા મળ્યા હતા, તો સાઉથના સુપર સ્ટાર યશ, રામચરણ, રશ્મિકા મંદાના સહિતના સ્ટાર્સ પણ લગ્નના સાક્ષી બન્યા હતા. વિશ્વની દિગ્ગજ સિંગર રેમા (ડિવાઈન ઈકુબોર) તેમજ ડબલ્યુડબલ્યુએફના સ્ટાર જોન શીનાએ પણ લગ્નમાં હાજરી આપી હતી.

આ સમાચાર શેર કરો