VIDEO : પશ્ચિમ બંગાળમાં દમદમ વિધાનસભા મત વિસ્તારમાં PM MODIનો ભવ્ય રોડ શો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જોરદાર પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમદમ વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય રોડ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જોરદાર પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમદમ વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાનના આ રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુએ હજારોની સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે કલાકો અગાઉથી એકઠા થયા હતા. લોકોમાં વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ પણ હાથ હલાવીને અને લોકોનું અભિવાદન ઝીલીને જનતાનો આભાર માન્યો હતો. આ શક્તિપ્રદર્શન દ્વારા ભાજપે દમદમ બેઠક પર પોતાની પકડ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે. સમગ્ર માર્ગ મોદી-મોદીના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.


