VIDEO : પશ્ચિમ બંગાળના RSS નેતાને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી, કૃષ્ણગંજ વિધાનસભામાં લાગ્યા ધમકીભર્યા પોસ્ટરો
શ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં કૃષ્ણગંજ વિધાનસભા મતવિસ્તારમાં આરએસએસ (RSS) નેતા આશુતોષ વિશ્વાસને
શ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં કૃષ્ણગંજ વિધાનસભા મતવિસ્તારમાં આરએસએસ (RSS) નેતા આશુતોષ વિશ્વાસને નિશાન બનાવતા ધમકીભર્યા પોસ્ટરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અજ્ઞાત પોસ્ટરોમાં સંઘના નેતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને આરએસએસ દ્વારા આ કૃત્ય પાછળ સત્તાધારી પક્ષનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે સતર્ક થઈ ગઈ છે અને પોસ્ટરો કોણે લગાવ્યા તે જાણવા માટે તપાસ હાથ ધરી છે.



