PM મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે આકાશમાંથી રામસેતુના દર્શન કર્યા, VIDEO કર્યો શેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શનનો વીડિયો શેર કર્યો છે. PM મોદીએ લખ્યુ, 'આજે રામનવમીના પાવન પ્રસંગે શ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શનનો વીડિયો શેર કર્યો છે. PM મોદીએ લખ્યુ, 'આજે રામનવમીના પાવન પ્રસંગે શ્રીલંકાથી પરત ફરતા સમયે આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન થયા. ઇશ્વરીય સંયોગથી હું જે સમયે રામસેતુના દર્શન કરી રહ્યો હતો તે સમયે મને અયોધ્યામાં રામલલાના સૂર્યતિલકના દર્શનનું પણ સૌભાગ્ય મળ્યું. મારી પ્રાર્થના છે કે આપણા બધા પર પ્રભુ શ્રીરામની કૃપા બની રહે.'
ક્યા છે રામસેતુ?
તમિલનાડુમાં દેશની મુખ્યભુમિને રામેશ્વર (અથવા પમ્બન) ટાપુ સાથે જોડતા બ્રિજનું નિર્માણ થયું છે, આ જ સ્થળે ત્રેતાયુગમાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી રામના આશિર્વાદથી નલ નીલ સહિતની વાનરસેનાએ રાવણની લંકા ઉપર આક્રમણ કરવા રામસેતુનું નિર્માણ કર્યુ હતું.
7000 વર્ષ પહેલા બંધાયેલા રામસેતુની લંબાઈ રામેશ્વરમથી શ્રીલંકાના મન્નાર ટાપુ વચ્ચે 48 કિ.મી.ની છે. કેટલાક આ લંબાઈ 30 થી 50 મીટરની ગણાવે છે તો કેટલાક 48 મીટરથી વધારે ગણાવે છે. પરંતુ કોઈ પણ રીતે જોતા હજારો વર્ષ પહેલાનો રામસેતુ ભારતવર્ષમાં આજ સુધીનો સૌથી લાંબો બ્રિજ કહી શકાય છે.





