મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'મહાત્મા ગાંધીને કોઇ ઓળખતું નહતું,જ્યારે ફિલ્મ બની ત્યારે ગાંધીને લોકો ઓળખતા થયા'- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મહાત્મા ગાંધી પર પ્રથમ ફિલ્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મહાત્મા ગાંધી પર પ્રથમ ફિલ્મ બની ત્યારે દુનિયા ગાંધી વિશે જાણવામાં ઉત્સુક બની હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આ પહેલા કોઇ મહાત્મા ગાંધીને ઓળખતું નહતું.

પીએમ મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને વિવિધ વિષયો પર વાત કરી હતી. પીએમ મોદીએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું, "મહાત્મા ગાંધી એક મહાન વ્યક્તિત્ત્વ હતા. આપણે તેમના વિચારોને પુરી દુનિયાને બતાવવા જોઇતા હતા. આ આપણી જવાબદારી હતી. જોકે, આપણે તેમાં નિષ્ફળ રહ્યાં, તેમને કોઇ ઓળખતું નહતું. જ્યારે પ્રથમ વખત મહાત્મા ગાંધી પર ફિલ્મ બની તો દુનિયાભરમાં ગાંધી કોણ હતા? તેને લઇને જિજ્ઞાસા થવા લાગી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું, અમે તેમની ઓળખ બનાવવા માટે 75 વર્ષમાં કંઇ કર્યું નથી."

ગાંધીના વિચાર કેટલીક સમસ્યાનું સમાધાન કરે છે

માર્ટિન લૂથર કિંગ અને નેલ્સન મંડેલાને દુનિયાભરમાં લોકો ઓળખતા હતા. જોકે, ગાંધી તેમનાથી ઓછા નહતા. મે પુરી દુનિયાનો પ્રવાસ કર્યો છે. જોકે, ગાંધીને અથવા ગાંધીના માધ્યમથી ભારતને તે ઓળખ નથી મળી જે મળવી જોઇતી હતી. ગાંધીજીના વિચાર આજે વિશ્વની કેટલીક સમસ્યાઓનું સમાધાન છે. આપણે ઘણુ બધુ ગુમાવ્યું છે."

આ સમાચાર શેર કરો