Video: પાઇલટની લેટલતીફી! રાજકોટમાં કેપ્ટન મોડો આવતા ફ્લાઈટ 3 કલાક લેટ થઇ; મુસાફરોનો હોબાળો

રાજકોટ એરપોર્ટ પર પાઇલટ મોડો આવતા મુંબઈ જતી ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડી હત

રાજકોટ એરપોર્ટ પર પાઇલટ મોડો આવતા મુંબઈ જતી ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડી હતી. જેના પગલે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે 

રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 5 નવેમ્બર 2025 બુધવારે ઈન્ડિગોની ફ્લાઈટનો કેપ્ટન મોડો પહોચતા મુંબઈની ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડી હતી. ફ્લાઈટ મોડી થતા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. 

જાહેરાત

ફ્લાઈટ મોડી થવાનું કારણ ફ્લાઈટનો કેપ્ટન મોડો પહોચ્યો જેને પગલે ત્રણ કલાક સુધી મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ આક્રોશ સાથે હોબાળો મચાવ્યો હતો, જોકે ઈન્ડિગો દ્વારા રાબેતા મુજબનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. 

ફ્લાઈટનો સમય 7:25 નો હતો. મુસાફરે જણાવ્યા અનુસાર, બોર્ડિંગ પછી મુસાફરોને મેસેજ કરવામાં આવ્યો કે ફ્લાઈટ 7:55 એ ટેકઓફ કરશે. ત્યારબાદ 8:40 અને 10:30 એ શેડ્યુલ કરવામાં આવી હતી. મુસાફરો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ક્રૂના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ કે પ્લેનના પાઇલટને મોડું થયું હતું. જેના કારણે ટેકઓફમાં વિલંબ થયો હતો. મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોને અન્યત્ર પહોચવા માટે ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત