મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતના ઉપરવાસમાં આવેલો કાકરાપાર ડેમ છલકાતા સર્જાતા નયનરમ્ય દ્રશ્યો

સુરત પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી નાળાઓ

સુરત પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે. ત્યારે માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો હતો. બે દિવસથી માંડવી પંથકમાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા ડેમમાં નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. સતત વરસાદ પડતાં જિલ્લાના ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. તળિયા ઝાટક થઈ ગયેલો કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ 0.50 ફૂટથી ડેમ ઓવર ફ્લો થયો છે. સતત પાણીની આવક વધતાં ડેમમાં નયનરમ્યો દ્રશ્યો પણ સર્જાયા હતા. કાકરાપાર ડેમ સાથે સુરત, તાપી, ભરૂચ જિલ્લાના હજારો હેક્ટર ખેતી વાડી માટે જીવાદોરી સમાન પણ ગણાય છે.

આ સમાચાર શેર કરો